આળસુ કબૂતર

આળસુ કબૂતર  

(અંગ્રેજી અનુવાદ નીચે આપેલ છે)

એક ખેતર હતું. ખેતર પાસેના ઝાડ પર એક ચકલી અને એક કબૂતર રહેતાં હતાં. ચોમાસું સારું રહ્યું હોવાથી ખેતરમાં ખુબ જ સારો પાક થયો હતો. ખેતર દાણા વાળા ડૂંડાઓથી લચી રહ્યું હતું. ચકલી રોજ વહેલી સવારે ખેતરમાં દાણા ચણવા જતી હતી.

લણણી (પાકની કાપણી)નો સમય નજીક આવ્યો એટલે ચકલીએ શિયાળાની ઋતુ માટે દાણા ભેગા કરી સાચવી રાખવા વિચાર્યું. તેણે કબૂતરને પણ એમ કરવા કહ્યું. કબૂતર આળસુ હતું એટલે એણે ધ્યાન ન આપ્યું. રોજ સવારે ચકલી કબૂતરને એની સાથે આવવા કહેતી હતી. કબૂતર એને કહેતું:

"ઠાગા ઠૈયા કરું છું..ચાંચુડી ઘડાવું છું...જાવ રે ચકલીબેન આવું છું.."

ચકલી દાણા એકઠા કરતી હતી. તેણે કબૂતરને કહ્યું કે હવે ગમે ત્યારે ખેડૂત પાકની કાપણી કરી લેશે. પણ આળસુ કબૂતર મોડું કર્યે રાખતું અને કહ્યા કરતું:

"ઠાગા ઠૈયા કરું છું..ચાંચુડી ઘડાવું છું...જાવ રે ચકલીબેન આવું છું.."

એક દિવસ ખેડૂતે પાકની કાપણી કરી લીધી. ચકલીએ તો દાણા ભેગા કરી લીધા હતા પણ આળસુ કબૂતર શિયાળા માટે પૂરતા દાણા ભેગા ન કરી શક્યું. આળસુએ કિંમત ચુકવવી જ પડે! સારું જીવન જીવવા માટે આળસ ખુબ જ નુકસાનકર્તા છે.


Lazy Pigeon

There was a farm. A Pigeon and a Sparrow were living on a tree near the farm. There was very good crop after a good Monsoon season. The farm was full of seeds for the birds. The sparrow was daily going to the farm early in the morning.

When Crop cutting time came near, the sparrow decided to collect and store some seeds for the Winter. She also asked the pigeon to do the same. But the pigeon was lazy so he was ignoring this. Every morning the sparrow was calling the pigeon to come with her. The pigeon was telling her:

”I am sharpening my beak. So you go and I will come later”.

The sparrow kept collecting the seeds. She told the pigeon that any day the farmer will cut the crop but the lazy pigeon was just delaying and telling:

”I am sharpening my beak. So you go and I will come later”.

One day the farmer cut the crops. The sparrow had collected the seeds but the lazy pigeon could not collect the enough seeds for the winter season.

A lazy fellow has to pay the price! Laziness is harmful for a descent life.

For English medium students

Meanings and Pronounce for some words used in this story. (Pronounce is given in the bracket):

Beak = ચાંચ (chaanch).  Farm = ખેતર (khetar). Farmer = ખેડૂત (khedut). Sparrow = ચકલી (chakali). Pigeon = કબૂતર (kabutar). Tree = ઝાડ (zaad). Crop = પાક (paak). Seeds = દાણા (daanaa). Monsoon = ચોમાસું (chomaasu). Winter = શિયાળો (sheeyaalo). Season = ઋતુ (rutu). Lazy = આળસુ (aalasu).

અંગ્રેજી શીખી રહેલા બાળકો માટે (અંગ્રેજી ઉચ્ચાર કૌંસમાં આપેલા છે)

ચાંચ = Beak (બિક).  ખેતર = Farm (ફાર્મ). ખેડૂત = Farmer (ફાર્મર). ચકલી = Sparrow (સ્પેરો). કબૂતર = Pigeon (પિજિયન). ઝાડ = Tree (ટ્રી). પાક = Crop (ક્રોપ). દાણા = Seeds (સીડ્સ). ચોમાસું = Monsoon (મોન્સુન). શિયાળો = Winter (વિન્ટર). ઋતુ = Season (સીઝન). આળસુ = Lazy (લેઝી).

No comments: