ઉંદરની ટોપી

ઉંદરની ટોપી

(અંગ્રેજી અનુવાદ નીચે આપેલ છે)

એક ઉંદર હતો. એને રસ્તા પરથી એક સરસ મજાનો કાપડનો ટુકડો મળ્યો. એને થયું, લાવ ને આની મજાની ટોપી બનાવું. એ તો કાપડનો ટુકડો લઈને પહોંચ્યો દરજી પાસે.

ઉંદર દરજીને કહે, "દરજીભાઈ, દરજીભાઈ, મને ટોપી સીવી આપો".

દરજી કહે, "જા. જા. તારા જેવા ઉંદર માટે ટોપી સીવવા મારી પાસે સમય નથી".

ઉંદર કહે, "એમ? તો સિપાહી કો બુલાઉંગા. બડે માર દેઉંગા. ખડે તમાશા દેખુંગા" - એટલે કે, "સિપાહીને બોલાવીશ. બરાબરનો માર ખવરાવીશ. ઉભો ઉભો તમાશો જોઇશ".

દરજી તો ડરી ગયો. એ ઉંદરને કહે, "ના ના ભાઈ. એવું ન કરીશ. લાવ તારી ટોપી સીવી આપું છું".

એણે સરસ મજાની ટોપી સીવી આપી. ઉંદર તો રાજી રાજી થઇ ગયો. પછી એને થયું કે આવી મજાની ટોપી પર ભરત ભર્યું હોય તો કેવું સારું લાગે?

એ તો ઉપડ્યો ભરત ભરવાવાળા પાસે. જઈને કહે, "ભાઈ, મને મારી આ ટોપી પર મજાનું ભરત ભરી આપ".

ભરત ભરવાવાળો કહે, "જા. જા. તારા જેવા ઉંદર માટે ભરત ભરવા મારી પાસે સમય નથી".

ઉંદર કહે, "એમ? તો સિપાહી કો બુલાઉંગા. બડે માર દેઉંગા. ખડે તમાશા દેખુંગા".

ભરત ભરવાવાળો તો ડરી ગયો. એ ઉંદરને કહે, "ના ના ભાઈ. એવું ન કરીશ. લાવ તારી ટોપીને ભરત ભરી આપું છું".

ઉંદર રાજી રાજી થઇ ગયો. પછી એને થયું કે આવી મજાની ભરત ભરેલી ટોપી પર મોતી ટાંક્યાં હોય તો કેવું સારું લાગે?

એ તો ઉપડ્યો મોતી ટાંકવાવાળા પાસે. જઈને કહે, "ભાઈ, મને મારી આ ટોપી પર સરસ મજાના મોતી ટાંકી આપ".

મોતી ટાંકવાવાળો કહે, "જા. જા. તારા જેવા ઉંદર માટે મોતી ટાંકવા મારી પાસે સમય નથી".

ઉંદર કહે, "એમ? તો સિપાહી કો બુલાઉંગા. બડે માર દેઉંગા. ખડે તમાશા દેખુંગા".

મોતી ટાંકવાવાળો તો ડરી ગયો. એ ઉંદરને કહે, "ના ના ભાઈ. એવું ન કરીશ. લાવ તારી ટોપીને મોતી ટાંકી આપું છું".

ઉંદર એકદમ ગેલમાં આવી ગયો અને નાચવા કુદવા લાગ્યો.

ત્યાં રાજાના સિપાહીઓ આવ્યા અને ઉંદરને કહે, "એય ઉંદરડા, આઘો ખસ અહીંથી. રાજાની સવારી નીકળે છે".

ઉંદર સિપાહીઓને કહે, "નહીં ખસું. રાજાની ટોપી કરતાં તો મારી ટોપી વધારે સારી છે".

આ સાંભળીને રાજા ચિડાઈ ગયો. એણે સિપાહીઓને કહ્યું કે, "આ ઉંદરની ટોપી લઇ લ્યો".

ઉંદર ગાવા લાગ્યો, "રાજા ભિખારી... રાજા ભિખારી. મારી ટોપી લઇ લીધી...મારી ટોપી લઇ લીધી...".

રાજાએ સિપાહીને કહ્યું, "આની ટોપી પાછી આપી દો. મને ભિખારી કહે છે".

સિપાહીઓએ ઉંદરને એની ટોપી પાછી આપી દીધી.

ઉંદર ગાવા લાગ્યો, "રાજા મારાથી ડરી ગયો...રાજા મારાથી ડરી ગયો..."

આમ નાચતો, ગાતો એની ટોપી પહેરીને ઉંદર એના ઘરે ગયો.


The Mouse Got a Cap

A mouse was walking on a road. He found a piece of nice cloth. He thought, “Let me have a nice cap of this cloth”.

He went to a tailor. He asked the tailor, “Dear Tailor, Will you please sew a nice cap for me?”

The tailor told the mouse, “Get out! I don’t have any time to sew a cap for a mouse”.

The mouse started singing, “I will call the police. He will beat you. I will enjoy the drama…”

The tailor got afraid and told the mouse, “No. No. Please don’t call the police. I will sew a cap for you”.

The tailor sewed a nice cap for the mouse. Then the mouse thought, “Let me have some nice embroidery work on my cap”.

He went to an embroidery worker. He asked him, “Dear Friend, Will you please do a good embroidery work on my cap?”

The embroidery worker told the mouse, “Get out! Why I should do embroidery for a mouse’s cap?”

The mouse started singing, “I will call the police. He will beat you. I will enjoy the drama…”

The embroidery worker got afraid and told the mouse, “No. No. Please don’t call the police. I will do embroidery for your cap”.

Then the mouse thought, “Let me put some pearls on my cap”.

He went to an artisan. He asked him, “Dear Friend, Will you please put pearls on my cap?”

The artisan told the mouse, “Are you crazy? I don’t have time to put pearls on a mouse’s cap”.

The mouse started singing, “I will call the police. He will beat you. I will enjoy the drama…”

The artisan got afraid and told the mouse, “No. No. Please don’t call the police. I will put pearls on your cap”.

The mouse was dancing and singing with joy.

The king’s convoy was passing from that road. The soldiers asked the mouse to move away from the road.

The mouse refused and said, “Why I should move? My cap is better than king’s cap”.

The king became angry and asked soldiers to take mouse’s cap.

The mouse started singing, “The king is a beggar. The king is a beggar…he took my cap…he took my cap…”

The king said, “Oh! This Mouse! He is telling me a begger. Just give back his cap”.

The mouse started singing, “The king is afraid of me. He gave back my cap…”

For English medium students

Meanings and Pronounce for some words used in this story. (Pronounce is given in the bracket):

Mouse = ઉંદર (Undar). Road = રસ્તો (Rasto). Good = સરસ (Saras). Cloth = કાપડ (Kaapad).  Piece = ટુકડો (Tukado). Cap = ટોપી (Topi). Tailor = દરજી (Daraji). To Sew = સીવવું (Sivavu). Time = સમય (Samay). Soldier = સિપાહી (Sipaahi). Drama = તમાશો (Tamaasho). Embroidery = ભરત (Bharat). Pearl = મોતી (Moti). King = રાજા (Raajaa). Convoy = સવારી (Savaari). Beggar = ભિખારી (Bhikhaari). To Sing = ગાવું (Gaavu). Song = ગીત (Geet). To Dance = નાચવું (Naachavu). Artisan = કસબી (Kasabi).

અંગ્રેજી શીખી રહેલા બાળકો માટે (અંગ્રેજી ઉચ્ચાર કૌંસમાં આપેલા છે)

ઉંદર = Mouse (માઉસ). રસ્તો = Road (રોડ). સરસ = Good (ગુડ). કાપડ = Cloth (ક્લોથ).  ટુકડો = Piece (પીસ). ટોપી = Cap (કેપ). દરજી = Tailor (ટેલર). સીવવું = Sewing (સ્યુઈંગ). સમય = Time (ટાઈમ). સિપાહી = Soldier (સોલ્જર). તમાશો = Drama (ડ્રામા). ભરત = Embroidery (એમ્બ્રોઈડરી). મોતી = Pearl (પર્લ). રાજા = King (કિંગ). સવારી = Convoy (કોન્વોય). ભિખારી = Beggar (બેગર). ગાવું = To Sing (ટુ સીંગ). ગીત = Song (સોંગ). નાચવું = To Dance (ટુ ડાન્સ).


No comments: